અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર વધુ એક આતંકી હુમલાની સંભાવના વ્યક્ત કરી
Live TV
-
બે સપ્તાહમાં અમેરિકાએ અંદાજે એક લાખ લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે.
અમેરિકી પ્રમુખ જો બાઇડેને ગઇકાલે ચેતવણી આપી હતી કે કાબલ એરપોર્ટ પર આગામી 36 કલાકમાં એક વધુ આતંકવાદી હુમલો થઇ શકે છે. તે અરસામાં અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર તૈનાત પોતાના સૈનિકોની વાપસી પ્રક્રીયાને શરૂ કરી દીધી છે.
અમેરિકાએ 1 લાખ લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢ્યા
પેન્ટાગોને કહ્યું હતું કે સહયોગી દેશો સાથે વાતચીત કરીને અમેરિકાએ આ પગલાં લીધા છે. વીતેલા બે સપ્તાહમાં અમેરિકાએ અંદાજે એક લાખ લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે. બીજી તરફ ફ્રાન્સ અને બ્રિટને કાબુલમાં સુરક્ષિત ઝોનની દરખાસ્ત મુકી છે.ફ્રાન્સ અને બ્રિટન સોમવારે મળનારી સંયુક્ત રાષ્ટ્રની તાકીદની બેઠકમાં કાબુલમાં સેફ ઝોન માટે દરખાસ્ત મુકશે, કે જેથી અફઘાનિસ્તાન છોડવા ઇચ્છતા લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાય. બ્રિટને વીતેલા બે સપ્તાહમાં 15 હજાર લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢીને પોતાનું બચાવ અભિયાન પુરૂ કરી દીધું છે.
દરમિયાન, વિદેશમંત્રી એસ.જયશંકરે શનિવારે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે ટેલીફોન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડા પર વાતચીત કરી હતી.
