ચીનમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 33 નવા કોરોનાના કેસ નોંધાયા
Live TV
-
28 ઓગસ્ટે ચીનમાં ફક્ત 33 કોરોનાના નવા કેસો નોંધાયા હતા.
ચીનમાં હાલ કોરોનાના કેસ નહિવત જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલી માહિતી અનુસાર ગઈકાલે એટલે કે શનિવારે 28 ઓગસ્ટે ચીનમાં ફક્ત 33 કોરોનાના નવા કેસો નોંધાયા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ બધા કેસ બહારથી આવ્યા છે. દેશમાં લોકલ એક પણ કેસ નોંધાયો નથી. ચીનમાં નવા એસિમ્ટોમેટીક કોરોનાના 20 કેસ નોંધાયા છે. આ એસિમ્પટોમેટીક તમામ કેસ વિદેશથી આવેલા લોકોમાં જ જોવા મળ્યા હતા. 28 ઓગસ્ટ સુધી ચીનમાં 94,819 કોરોનાના કેસો સામે આવ્યા હતા. આ ઉપરાંત 4,636 લોકોના મોત થયા છે.
