અફઘાનિસ્તાનમાં અમેરિકાના 20 વર્ષથી વધુ સમયના મુકામનો હવે આવ્યો અંત,અમેરિકી સૈનિકોને દેશ પાછા બોલાવ્યા
Live TV
-
અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પાછલા કેટલાક દિવસોથી વણસી ગઈ છે.તાલિબાની સંગઠન અફઘાનિસ્તાન પર કબ્જો મેળવીને માનવ અધિકારોથી વિપરીત કર્યો કરી રહી છે ત્યાંના લોકો દેશ છોડી બીજા દેશમાં જઈ રહ્યા છે.સાથે હવે ઘણા સમયથી અમેરિકી સૈન્ય પણ ત્યાં હતું એ પણ હવે ત્યાંથી દૂર થઇ ગયું છે.
અફઘાનિસ્તાનમાં અમેરિકાના 20 વર્ષથી વધુ સમયના મુકામનો હવે અંત આવ્યો છે.અમેરિકાના જનરલ કેનેથ એફ મેકેઝીએ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે, અમે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોને પાછા બોલાવી લીધા છે અને અમેરિકન નાગરિકોને પણ સ્થળાંતરિત કરી લીધા છે.વધુમાં અમેરિકી જનરલે કહ્યું કે, અફઘાનિસ્તાનમાંથી અંતિમ વિમાન સી-17 પરત હામીદ કરઝઇ એરપોર્ટથી રવાના કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકી સૈનિકોને અભિનંદન પાઠવ્યા હતા.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે,અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી વધુ સમયગાળાની અમારી સૈન્ય ઉપસ્થિતિનો કાર્યકાળ પૂરો થયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, હું અમેરિકન સૈનિકોને તંગદિલીપૂર્ણ સ્થિતિ વચ્ચે પરત આવવા અંગે અભિનંદન પાઠવું છું. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોને બહાર નીકળવા માટે 31 ઓગસ્ટની સમય મર્યાદા નક્કી કરી હતી.આ સાથે અમેરિકાએ અફઘાનિસ્તાનનું રાજદ્વારી મિશન કતારમાં સ્થળાંતરિત કર્યું છે.
