સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતા હેઠળ અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ મુદ્દે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો
Live TV
-
ઘણા સમયથી ભારત અને વિશ્વના બીજા દેશો આતંકવાદનો સામનો કરી રહ્યા છે.કેટલાક દેશો આતંકવાદીઓના કબ્જામાં આવી ગયા છે તો કેટલાક તેનો સામનો કરી રહ્યા છે.તો સાથે બીજા કેટલાક દેશમાં આતંકવાદીઓને આશ્રય પણ આપવામાં આવી રહ્યો છે.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતા હેઠળ અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ મુદ્દે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ પ્રસ્તાવમાં આતંકવાદીઓને આશ્રય નહીં આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.ઉપરાંત પ્રસ્તાવમાં UNSC 1267 તરફથી આતંકવાદીઓ અને સંસ્થાઓની પણ યાદી આપવામાં આવી.આ પ્રસ્તાવમાં વિશેષરૂપે માનવધિકારોનું જતન કરવા જણાવાયું છે,તેમજ લઘુમતીઓના માનવ સહાયના મુદ્દાને પણ આવરી લેવાયા છે. સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં 13 સભ્યોએ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યુ હતું અને પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો તો બીજી તરફ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ફલિસ્તાન સહિત પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્ર પરિષદ બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.બેઠકને સંબોધિત કરતા વિદેશ સચિવે ઇઝરાયલ અને ફલિસ્તાન વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત શરુ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.વિદેશ સચિવે કહ્યું કે,અમે બંને પક્ષો વચ્ચે બહુ ઝડપથી વાતચીત શરુ થાય તેવી આશા રાખીએ છીએ.બેઠકમાં આ બંને પક્ષો વચ્ચે સમાધાનની પૂર્ણ સ્થિતિ ઉદ્ભવે તેમજ સમાધાનના શ્રેષ્ઠ અવસરો મળી રહે તે અંગે ભાર મૂકવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે વાર્તાલાપ શરૃ કરાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.વિદેશ સચિવે કહ્યું કે,વેસ્ટ બેંગમાં ફલિસ્તાન અને ઇઝરાયલના સુરક્ષાબળો વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી છે ત્યારે બંને પક્ષોએ શાંતિ અને સૌહાદપૂર્ણ સ્થિતિ વિકસાવવા તથા સંબંધોને સ્થિર બનાવવા માટે કોઇપણ પ્રકારના ઉશ્કેરણીજનક વ્યવહારને ટાળવો જોઇએ.
