અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ફિનલેન્ડ અને સ્વીડનના નેટો ગઠબંધનમાં શામેલ થવાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા
Live TV
-
આ ગઠબંધન અગાઉ કરતા વધુ સંગઠિત અને સુદ્રઢ હશે: જો બાઈડેન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ફિનલેન્ડ અને સ્વીડનના નેટો ગઠબંધનમાં શામેલ થવાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. દેશોને નેટોમાં સંમ્મેલિત કરવાનું અનુમોદન કરીને રાષ્ટ્રપતિ જો બાઈડેને જણાવ્યું કે, આ ગઠબંધન અગાઉ કરતા વધુ સંગઠિત અને સુદ્રઢ હશે.
યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીની પ્રતિક્રિયામાં સ્વીડન અને ફિનલેન્ડે નેટોની સદસ્યતા માટે અરજી કરી હતી. આ કારણોસર રશિયા સતત આ બે દેશને ચેતવણી આપતું રહ્યું છે. ગયા સપ્તાહે અમેરિકી સીનેટે એકની સરખામણીએ 95 વોટથી વિશ્વના સૌથી સશક્ત સૈન્ય ગઠબંધન ફિનલેન્ડ અને સ્વીડન શામેલ થવાથી અનુમોદન કર્યું હતું. નેટોના ત્રણ સભ્યોએ ગયા મહિને આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.
