સિંગાપોરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલ સ્થળ પાદાંગ 75મું રાષ્ટ્રીય સ્થળ બન્યું
Live TV
-
નેતાજી સુભાષચંદ્ર બોઝે જુલાઈ 1943માં ચલો દિલ્હીનો નારો આપ્યો હતો.
સિંગાપોરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલ સ્થળ પાદાંગને 75મું રાષ્ટ્રીય સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે જુલાઈ 1943માં ચલો દિલ્હીનો નારો આપ્યો હતો. સિંગાપોરના રાષ્ટ્રીય ધરોહર બોર્ડે એક જાહેરતામાં જણાવ્યું છે કે, સુદ્રઢ રાષ્ટ્રીય, ઐતિહાસિક અને સામાજિક મહત્વને કારણે પાદાંગને સંરક્ષિત કરવામાં આવશે. આ સ્થળને સંરક્ષણ અધિનિયમ હેઠળ ઉચ્ચ સ્તરનું સંરક્ષણ આપવામાં આવશે. તે માટે સૂચના જાહેર કરવામાં આવી છે. સિંગાપોરમાં રહેતા ભારતીય સમુહ માટે પાદાંગનું વિશેષ મહત્વ છે. આ સ્થળ પર ભારતીય સિપાહીઓએ પોતાની પહેલી શિબિર સ્થાપિત કરી હતી. આ સ્થળ પર નેતાજીઓ આઝાદ હિન્દ ફોજના હજારો સિપાહીઓને સંબોધિત કર્યા હતા અને ચલો દિલ્હીનો નારો આપ્યો હતો. યુદ્ધ બાદ નેતાજીએ પાદાંગના દક્ષિણમાં આઝાદ હિન્દ ફોજ સ્મારક સ્થળ સ્થાપિત કર્યું હતું.
