Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન આવતીકાલે ઈઝરાયેલની મુલાકાત લેશે, યુદ્ધની સ્થિતિ પર કરશે ચર્ચા

Live TV

X
  • ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધનો આજે 11મો દિવસ છે.

    ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધનો આજે 11મો દિવસ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન આવતીકાલે ઈઝરાયેલની મુલાકાત લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરશે અને ત્યારપછી જોર્ડન જવા માટે રવાના થશે. અમેરિકા અને ઇઝરાઈલ વચ્ચે ગાઝામાં માનવીય સહાય પહોંચાડવા માટે સહમતી બની છે. અમેરિકી વિદેશમંત્રી એન્થની બ્લિંકન અને ઇઝરાઈલ પ્રધાનમંત્રી નેતન્યાહુ વચ્ચે ચાલેલી 8 કલાકની બેઠક પછી આ નિણર્ય કરવામાં આવ્યો હતો. અમેરિકી વિદેશમંત્રી એન્થની બ્લિંકને જણાવ્યું કે, ‘અમેરિકા અને ઇઝરાઈલ વચ્ચે ગાઝામાં રહેતા નાગરિકો સુધી સહાયતા પહોંચાડવા માટે એક યોજના બનાવામા આવી છે. આ એક સંવેદનશીલ મુદ્દો છે અને ગાઝામાં રહેતા નાગરિકો સુધી સહાયતા પહોંચાડવી ખૂબ જરૂરી છે. અમરિકી વિદેશમંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી કે, હમાસ આ સહાયતા યોજનામાં બાધા નાખી શકે છે.’

    ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 4,200 લોકોના મોત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે, મોસ્કો ગાઝામાં માનવીય આપત્તિ રોકવામાં મદદ કરવા માંગે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply