રશિયા ગાઝામાં માનવતાવાદી આપત્તિને રોકવામાં મદદ કરવા માંગે છે : વ્લાદિમીર પુટિન
Live TV
-
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું છે કે, રશિયા ગાઝામાં માનવતાવાદી આપત્તિને રોકવામાં મદદ કરવા માંગે છે. ક્રેમલિન, રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ પુતિને પેલેસ્ટાઈન-ઈઝરાયેલ સંઘર્ષને સમાપ્ત કરવા માટે શાંતિપૂર્ણ ઉકેલ તરફ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે સંઘર્ષમાં માર્યા ગયેલા ઇઝરાયલી લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના પણ વ્યક્ત કરી હતી.
રશિયન રાષ્ટ્રપતિએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અશર અને પેલેસ્ટિનિયન નેતા મહમૂદ અબ્બાસ સાથે ફોન પર વાત કરી હતી. ક્રેમલિન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયેલને ખાસ કરીને પેલેસ્ટાઈન, ઈજીપ્ત, ઈરાન અને સીરિયાના નેતાઓ સાથે ફોન પર વાતચીતના મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જાણ કરવામાં આવી હતી. રશિયાના જણાવ્યા અનુસાર, મંત્રણામાં ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષથી ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા થઈ હતી. રશિયા સામાન્ય રીતે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને સાથે સારા સંબંધો ધરાવે છે અને સીરિયા, ઇજિપ્ત અને ઇરાન જેવી પ્રાદેશિક શક્તિઓ સાથે પણ સારા સંબંધો ધરાવે છે. તેઓ આ યુદ્ધનો રાજકીય અને રાજદ્વારી માધ્યમથી શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે.
