અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બાઇડનના ઇઝરાયેલ પ્રવાસ અગાઉ ગાઝાની હોસ્પિટલ પર હુમલો
Live TV
-
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બાઇડનના ઇઝરાયેલ પ્રવાસ અગાઉ ગાઝાની હોસ્પિટલ પર હુમલો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આજે ઈઝરાયલની મુલાકાતે છે. મુલાકાત પહેલાં ગાઝામાં હોસ્પિટલ પર રોકેટથી હુમલો થયો. ગાઝા સિટીની એક હોસ્પિટલમાં થયેલા હુમલામાં પાંચસો વ્યક્તિઓનાં મોતની આશંકા છે. આ હુમલાને લઇને ઇઝરાયેલ અને ગાઝાના એક સંગઠને એક બીજા ઉપર આરોપ મૂક્યા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ તમામ આરોપનું ખંડન કર્યું છે. જ્યારે યુએન પ્રમુખ અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખે કહ્યું હતું કે આ હુમલાની તપાસ કરવામાં આવશે. ગાઝા સિટીની હોસ્પિટલમાં હુમલો થયો હતો ત્યાં હુમલાઓમાં ઘાયલ લોકો અને વિસ્થાપિતોને આશરો આપવામાં આવ્યો હતો.
