યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ઇઝરાયેલ પહોંચ્યા હતા
Live TV
-
ઇઝરાયેલ અને આતંકવાદી જૂથ હમાસ વચ્ચે વધી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આજે ઇઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરવા અને ગાઝામાં માનવતાવાદી સહાય માટે ઇઝરાયેલ પહોંચ્યા હતા તેલ અવીવ પહોંચ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિનું ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગે સ્વાગત કર્યું હતું. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હમાસ સાથેના યુદ્ધમાં અમેરિકાના રાષ્ટ્રપતિના સ્પષ્ટ સમર્થનની પ્રશંસા કરી. તેમણે બંને દેશો વચ્ચેના અભૂતપૂર્વ સહયોગનો ઉલ્લેખ કર્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મીડિયાને સંબોધતા, ઇઝરાયલના પ્રધાનમંત્રીએ હમાસ સામેની લડાઈમાં જરૂરી માળખાકીય સુવિધાઓ આપવામાં અમેરિકાના સમર્થનની પણ પ્રશંસા કરી.
