Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના વોશિંગ્ટનમાં આજથી ભારત અને અમેરિકા વચ્ચે ટૂ પ્લસ ટૂ વાર્તા

Live TV

X
  • સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર પોતાના અમેરિકી સમકક્ષની સામે કરશે વાતચીત

    ભારત અને અમેરિકા વચ્ચે બીજી ટુ પ્લસ ટુ મંત્રી સ્તરીય વાર્તા આજથી વોસિંગ્ટન ડીસીમાં શરૂ થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ.જયશંકર ભારતીય ઉચ્ચપ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. બંને દેશના રક્ષામંત્રી અને વિદેશનીતિના વ્યાપક પરિપ્રેક્ષ્ય અને ભારત-અમેરિકાના સંબંધો સહિત રક્ષાક્ષેત્રના સંબંધીત મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે.

    બંને પક્ષ વિવિધ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દે પણ વિચાર વિમર્શ કરશે. ભારત અને અમેરિકાની વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રી સ્તરીય વાર્તા સપ્ટેમ્બર 2018માં શરૂ થઈ હતી. જેનો હેતું ભારત અને અમેરિકાની વચ્ચે રણનીતિક ભાગીદારી માટે સકારાત્મક અને દુરદેશી દ્રષ્ટીકોણ ઉપલબ્ધ કરાવવાનો અને રાજકીય અને સુરક્ષાના તાલમેલને પ્રોત્સાહન આપવાનો છે. 

    મહત્વપૂર્ણ છે કે, રાજનાથ સિંહે ન્યૂયોર્કમાં એશિયા સોસાયટીમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસ દ્વારા આયોજીત સમારોહમાં ભારતીય સમુદાયને સંબોધન પણ કર્યું હતું. પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, બંને દેશોના મજબૂત સંબંધો માટે તેઓ તેમનો આભાર વ્યક્ત કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply