Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, સ્પેને લૉકડાઉનમાં છૂટછાટ આપવાની કરી શરૂઆત

Live TV

X
  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં કુલ 46 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે. મૃતકોની સંખ્યા ત્રણ લાખ 8 હજારને પાર પહોંચી ચુકી છે. સંક્રમણ મહામારીનો સૌથી વધુ ભોગ બનેલા અમેરિકામાં 14 લાખ 84 હજાર 285 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. અમેરિકામાં કોરોના વાયરસ 88 હજાર 507 લોકોનો ભોગ લઇ ચુક્યો છે. રશિયામાં પણ કોવિડ-19 કેસ ઝડપથી વધી રહ્યા છે. 

    કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં રશિયા અમેરિકા પછીના ક્રમે આવી ગયું છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા બે લાખ 62 હજારને પાર થઇ ચુકી છે. વાયરસ રશિયામાં 2 હજાર 418 લોકોનો ભોગ લઇ ચુક્યો છે.મોસ્કો મહામારીનું હોટસ્પોટ બની ચુક્યું છે. સ્પેનમાં મૃતકોની સંખ્યા ,27 હજારને પાર થઇ ચુકી છે. સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા , 2 લાખ 74 હજારને પાર કરી ચુકી છે. 

    સ્પેને કોરોનાને કારણે અમલી લોકડાઉનમાં છુટછાટ આપવાની શરૂઆત કરી દીધી છે. જૂનના અંતમાં પ્રતિબંધોને સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ફ્રાન્સમાં કુલ મૃત્યુઆંક 27 હજારને વટાવી ચુક્યો છે. ફ્રાન્સમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 78 હજારને પાર થઇ ચુકી છે. 

    ઇટાલીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે કુલ 31 હજાર 610 લોકોના મૃત્યુ નિપજ્યા છે. અમેરિકા અને બ્રિટન પછી ઇટાલીમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇટાલીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 2 લાખ 23 હજાર થઇ ચુકી છે. ફ્રાન્સ અને ઇટાલી પણ આર્થિક પ્રવૃત્તિને પાટા પર લાવવા પેકેજની જાહેરાત કરી ચુક્યા છે. નેપાળમાં પણ શુક્રવારે સંક્રમણના વધુ 18 કેસ સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 267 થઇ ગઇ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply