અમેરિકાએ નિભાવી મિત્રતા, ભારતને કોરોના સામેની જંગ માટે વેન્ટિલેટરની કરશે મદદ
Live TV
-
અમેરિકા કોરોના વાયરસ વેક્સિન તૈયાર કરવા ભારત સાથે મળીને કામ કરી રહ્યું છે. અમેરિકામાં વસી રહેલા ભારતીયોને શાનદાર વિજ્ઞાનીઓએ તરીકે બિરદાવતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કરી હતી.
અમેરિકી પ્રમુખે જણાવ્યું કે તે કહેતાં હું ગર્વ અનુભવું છું કે અમેરિકા પોતાના મિત્ર ભારતને વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે મહામારીના આ સમયમાં અમે ભારત અને વડાપ્રધાન મોદીની સાથે ઉભા છીએ.
ભારત સાથે મળીને વેક્સિન વિકસાવવા પણ અમેરિકા સહયોગ આપી રહ્યું છે. ભારત અને અમેરિકા મળીને આ ના દેખી શકાતા શત્રુને હરાવી દઇશું. તેમણે એમ પણ કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં કોવિડ-19ની વેક્સિન વિકસી જશે તેવી સંભાવના છે.
