Skip to main content
Settings Settings for Dark

કોરોના સંકટ ઘેરું બન્યું, વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 45 લાખને પાર

Live TV

X
  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં કુલ 45 લાખ 25 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે. મૃતકોની સંખ્યા ત્રણ લાખ ત્રણ હજારને પાર પહોંચી ચુકી છે. સંક્રમણ મહામારીનો સૌથી વધુ ભોગ બનેલા અમેરિકામાં 14 લાખ 57 હજાર 593 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. કોરોના વાયરસ અમેરિકામાં 86 હજાર 912 લોકોનો ભોગ લઇ ચુક્યો છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્કમાં 27 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. સ્પેનમાં મૃતકોની સંખ્યા 27 હજારને પાર થઇ ચુકી છે. સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ 72 હજારને પાર કરી ચુકી છે. સ્પેને કોરોનાને કારણે અમલી લોકડાઉનમાં છુટછાટ આપવાની શરૂઆત કરી દીધી છે. જૂનના અંતમાં પ્રતિબંધોને સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ફ્રાન્સમાં વીતેલા 24 કલાકમાં 351 મૃત્યુ નોંધાતાં કુલ મૃત્યુઆંક વધીને 27 હજાર 425ને વટાવી ચુક્યો છે. ફ્રાન્સમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 78 હજારને પાર થઇ ચુકી છે. ઇટાલીમાં અત્યારસુધીમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે કુલ 31 હજાર 338 લોકોના મૃત્યુ નિપજ્યા છે. અમેરિકા અને બ્રિટન પછી ઇટાલીમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇટાલીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 2 લાખ 23 હજાર થઇ ચુકી છે. ફ્રાન્સ અને ઇટાલી પણ આર્થિક પ્રવૃત્તિને પાટા પર લાવવા પેકેજની જાહેરાત કરી ચુક્યા છે. બ્રિટનના નાગરિકોએ સતત આઠમા સપ્તાહે ગઇકાલે કોરોના વોરિયર્સને બિરદાવ્યા હતા. બ્રિટનમાં દર ગુરૂવારે લોકો થાળી વગાડીને આરોગ્યકર્મીઓની હિંમત વધારવા કાર્યક્રમ યોજતા હોય છે. પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને વિરોધપક્ષના નેતા પણ ગુરૂવારના આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply