અમેરિકામાં ન્યુયોર્કની ઇમારતમાં આગ લાગતાં 9 બાળકો સહીત 19 લોકોના થયા મૃત્યુ
Live TV
-
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક રહેવાસી ઇમારતમાં અચાનક આગ લગતા 9 બાળકો સહીત 19 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં 60 લોકો ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 32 દર્દીઓનું હાલત ગંભીર છે. અમેરિકામાં આ સપ્તાહ દરમિયાન રહેવાસી ઇમારતમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. ન્યુયોર્ક શહેરના મેયર અયોર એરિક એડમ્સે જણાવ્યું કે સ્પેસ હીટરની ખામીને કારણે આ દુર્ઘટના થઈ છે. આ શહેર માટે ભયાનક પીડાદાયક ક્ષણ છે.
