Skip to main content
Settings Settings for Dark

અમેરિકા-ઈરાન વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામનો ડ્રાફ્ટ તૈયાર

Live TV

X
  • અમેરિકા-ઈરાન વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામનો ડ્રાફ્ટ તૈયાર: હોર્મુઝની ખાડી ખુલશે, ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરી બાકી

    પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી ચાલી રહેલી લશ્કરી તંગદિલી વચ્ચે વૈશ્વિક અર્થતંત્રને મોટી રાહત આપતા સમાચાર મળી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી 60 દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા માટેના એક સમજૂતી પત્રના ડ્રાફ્ટ પર સહમતિ સધાઈ છે. અમેરિકી મીડિયા આઉટલેટ 'એક્સિયસ'  ના અહેવાલ મુજબ, આ ઐતિહાસિક સોદા પર વાટાઘાટો પૂર્ણ થઈ ચૂકી છે અને હવે તેને માત્ર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આખરી મંજૂરી મળવાની બાકી છે.

    'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' વિવાદ પર લાગશે વિરામ

    આ સમજૂતીનો સૌથી મોટો ફાયદો વૈશ્વિક વેપારને થશે. દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને લઈને બંને દેશો વચ્ચે ચાલી રહેલો વિવાદ આનાથી શાંત થવાની આશા છે. સમજૂતીના ડ્રાફ્ટની મુખ્ય શરતો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કોઈપણ રોકટોક વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજો માટે ફરીથી ખોલી દેવામાં આવશે. આ જળમાર્ગમાંથી પસાર થવા માટે કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ વસૂલવામાં નહીં આવે અને કોઈ લશ્કરી દખલગીરી પણ થશે નહીં.

    પરસ્પર શરતો: ઈરાન સુરંગો હટાવશે, અમેરિકા નાકાબંધી હટાવશે

    આ 60 દિવસના યુદ્ધવિરામને સફળ બનાવવા માટે બંને દેશોએ કેટલીક કડક શરતોનું પાલન કરવું પડશે. ઈરાને આગામી 30 દિવસની અંદર હોર્મુઝના જળમાર્ગમાં બિછાવેલી તમામ દરિયાઈ બારૂદી સુરંગોને સંપૂર્ણપણે હટાવી લેવી પડશે. તેના બદલામાં, અમેરિકા પણ ઈરાની બંદરો પર લાદેલી પોતાની નૌસૈનિક નાકાબંધીને તબક્કાવાર રીતે હટાવી લેશે.

    ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે, તેલ વેચવાની મળી છૂટ

    આ ડીલ અંતર્ગત અમેરિકા ઈરાન પરના આર્થિક પ્રતિબંધોમાં મોટી છૂટછાટ આપશે, જેનાથી તેહરાન (ઈરાન) કોઈપણ આંતરરાષ્ટ્રીય રોકટોક વગર વૈશ્વિક બજારમાં પોતાનું ક્રૂડ ઓઈલ (તેલ) વેચી શકશે. જોકે, આના બદલામાં ઈરાને આંતરરાષ્ટ્રીય મંચ પર એક ઔપચારિક પ્રતિબદ્ધતા દર્શાવી છે કે તે આ સમયગાળા દરમિયાન પરમાણુ હથિયાર બનાવવાની દિશામાં કોઈ પણ પગલું આગળ નહીં વધારે.

    જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ડ્રાફ્ટને અંતિમ મંજૂરી આપી દે છે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે અને લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધના વાદળો વેરવિખેર થઈ જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply