અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી વચ્ચે ટ્રમ્પનો મુખ્ય માગ સાથે ‘અંતિમ નિર્ણય’ મોકૂફ
Live TV
-
મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો વચ્ચે શુક્રવારે અમેરિકા અને ઈરાન બંને તરફથી વિરોધાભાસી સંકેતો મળ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના ડ્રાફ્ટ સોદા પર અંતિમ નિર્ણય લેવા માટે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બે કલાક લાંબી મિટિંગ કરી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ જાહેર કર્યા વિના નિર્ણયને મોકૂફ રાખ્યો છે.
મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો વચ્ચે શુક્રવારે અમેરિકા અને ઈરાન બંને તરફથી વિરોધાભાસી સંકેતો મળ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના ડ્રાફ્ટ સોદા પર અંતિમ નિર્ણય લેવા માટે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બે કલાક લાંબી મિટિંગ કરી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ જાહેર કર્યા વિના નિર્ણયને મોકૂફ રાખ્યો છે.
શું છે ટ્રમ્પની માંગ અને ઈરાનનો વલણ?
ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન સામે સ્પષ્ટ શરતો મૂકી છે, જે શાંતિ સમજૂતી માટેના પાયાના પથ્થર સમાન છે:પરમાણુ મુક્તિ: ઈરાને ક્યારેય પરમાણુ બોમ્બ ન બનાવવાની લેખિત બાંયધરી આપવી પડશે.
હોર્મુઝ સ્ટ્રેટ: દરિયાઈ માર્ગ કોઈપણ ટોલ વગર, પ્રતિબંધ મુક્ત શિપિંગ માટે બંને દિશાઓમાં ખુલ્લો કરવો પડશે અને ત્યાં રહેલા વોટર માઈન્સ દૂર કરવા પડશે.
યુરેનિયમનો નાશ: ગયા વર્ષે અમેરિકી બોમ્બમારા બાદ દટાઈ ગયેલા સંવર્ધિત યુરેનિયમનો જથ્થો યુએસ અને IAEA દ્વારા સંયુક્ત રીતે બહાર કાઢીને નષ્ટ કરવામાં આવશે.
નાણાકીય વળતર: ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કોઈપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ થશે નહીં.
ઈરાનનો ઈન્કાર: "પરમાણુ મુદ્દો વાટાઘાટોમાં નથી"
અમેરિકાની કડક શરતો સામે ઈરાને નરમ વલણ અપનાવવાને બદલે સાવચેતીભર્યું વલણ દાખવ્યું છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા એસ્માઈલ બઘાઈએ સ્પષ્ટ કર્યું છે કે હાલની વાટાઘાટો માત્ર "યુદ્ધ સમાપ્ત કરવા" પૂરતી મર્યાદિત છે. પરમાણુ સંવર્ધન કે યુરેનિયમ જેવા વિષયો હાલની ચર્ચામાં સામેલ જ નથી. હોર્મુઝ સ્ટ્રેટના સંચાલનનો અધિકાર માત્ર ઈરાન અને ઓમાનનો છે, તેમાં અન્ય કોઈની દખલગીરી સહન કરવામાં આવશે નહીં.વ્યૂહાત્મક સ્થિતિ: નાજુક તબક્કે શાંતિ મંત્રણા
આઠમી એપ્રિલે 40 દિવસના ભીષણ યુદ્ધ બાદ થયેલા યુદ્ધવિરામ પછી, પાકિસ્તાનની મધ્યસ્થતામાં બંને દેશો વચ્ચે સમજૂતી માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. અમેરિકા જ્યાં એક તરફ નૌકાદળની નાકાબંધી હટાવવાની વાત કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ ટ્રમ્પના અલ્ટીમેટમે ઈરાનને દબાણમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં પરિસ્થિતિ 'વેઇટ એન્ડ વોચ' જેવી છે. ટ્રમ્પે નિર્ણય કેમ મોકૂફ રાખ્યો તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી, પરંતુ આ સ્થિતિ દર્શાવે છે કે બંને દેશો વચ્ચેનો વિશ્વાસ હજુ પણ ન્યૂનતમ સ્તર પર છે. શાંતિ સમજૂતી ને આખરી ઓપ આપવાની કવાયત હજુ પણ જટિલ અને લાંબી સાબિત થઈ શકે છે.
