Skip to main content
Settings Settings for Dark

અમેરિકા ફિલિસ્તીની લોકોના સમ્માન અને આત્મનિર્ણયના અધિકાર માટે પ્રતિબદ્ધ છે - જો બાઈડન

Live TV

X
  • ઇઝરાયેલની મુલાકાત બાદ અમેરિકા રાષ્ટ્રપતીનું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જો બાઈડેને ઇઝરાયેલ અને યુક્રેનને આર્થિક મદદ ચાલું રાખવા ઉપર પણ ભાર મુક્યો હતો.

    ઇઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતી જો બાઈડેને ઇઝરાયેલની મુલાકત લીધી હતી. ઇઝરાયેલની મુલાકાત બાદ અમેરિકા રાષ્ટ્રપતીનું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જો બાઈડને પોતાના સંબોધનમાં જણાવ્યું ઈઝરાયેલમાં મેં એવા લોકોને જોયા છે જેઓ દુઃખી છે. તેમણે કહ્યું કે મેં ફિલિસ્તીની પ્રાધિકરણના રાષ્ટ્રપતિ સાથે પણ વાતચીત કરી અને ઉમેર્યું કે અમેરિકા ફિલિસ્તીની લોકોના સમ્માન અને આત્મનિર્ણયના અધિકાર માટે પ્રતિબદ્ધ છે. અન્ય લોકોની જેમ હું પણ ફિલિસ્તીની લોકોના જીવન સાથે થયેલ નુકશાનથી દુઃખી છું. જેમાં ગાઝાના હોસ્પિટલમાં થયેલ વિસ્ફોટ પણ સામેલ છે. આપણે ફિલિસ્તાનના લોકોની માનવતાને અવગણી ન શકીએ, જે માત્ર શાંતિ સાથે રહેવાનો એક અવસર ઈચ્છે છે. 

    જો બાઈડેને ઇઝરાયેલ અને યુક્રેનને આર્થિક મદદ ચાલું રાખવા ઉપર પણ ભાર મુક્યો હતો. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષમાં અત્યાર સુધીમાં લગભગ 5000 લોકોના મૃતયુ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ફિલિસ્તીનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી.જેમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ-ફિલિસ્તીન મુદ્દા પર ભારતની લાંબા સમયથી ચાલી રહેલ સૈદ્ધાંતિક સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદીએ પીએમએ ગાઝાના અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોના મૃત્યુ પર સંવેદના વ્યક્ત કરી હતી. ફિલિસ્તીની લોકો માટે માનવીય સહાયતા ભોજન ચાલુ રાખશે. ક્ષેત્રમાં આતંકવાદ, હિંસા અને બગડતી સુરક્ષાની સ્થિતિ અંગે પીએમએ ચિંતા વ્યક્ત કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply