અમેરિકા: બુધવારે રાત્રે અંધાધૂંધ ફાયરિંગ, 22 લોકોના મોત; 50થી વધુ લોકો ઘાયલ
Live TV
-
અમેરિકાના લેવિસ્ટન શહેરમાં બુધવારે રાત્રે એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કરી હતી.
અમેરિકાના લેવિસ્ટન શહેરમાં બુધવારે રાત્રે એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કરી હતી, જેમાં 22 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર છે. હુમલાખોરની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. એડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ કાર્યાલયે હુમલાખોરનો ફોટો જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.
એડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ કાર્યાલયે જણાવ્યું છે કે, આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તાએ લોકોને ઘરમાં રહેવા અને સાવચેતી રાખવા માટેની અપીલ કરી છે.
