ભારતે આજથી કેનેડામાં અમુક કેટેગરી માટે વીઝા સર્વિસ શરૂ કરી
Live TV
-
કોન્ફરન્સ વિઝા તથા અન્ય કેટેગરીના વિઝા ઈશ્યૂ કરવામાં આવશે.
ભારતે આજથી કેનેડામાં અમુક કેટેગરી માટે વીઝા સર્વિસ શરૂ કરી છે. એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા તથા અન્ય કેટેગરીના વિઝા ઈશ્યૂ કરવામાં આવશે. કેનેડાના ઓટાવામાં ભારતીય ઉચ્ચાયોગે એક જાહેરાતમાં જણાવ્યું છે કે, સુરક્ષા સ્થિતિની સમીક્ષા પછી આ નિર્ણય લેવામાં આવે છે. કેનેડાએ આ બાબતે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. ઓટાવામાં ભારતીય ઉચ્ચાયોગ તથા ટોરંટો અને વૈનકૂવરમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે સુરક્ષા મુદ્દાને ધ્યાનમાં રાખીને વીઝા સર્વિસ અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી હતી.
