Skip to main content
Settings Settings for Dark

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા પોલીસ સુધારા મંજૂર કર્યા

Live TV

X
  • પોલીસે અધિકારીઓના વ્યવહારને જાણવા માટે એક ડેટા બેઝ બનાવાશે, કેટલાંક નિયમોમાં સુધારો કરાશે

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જેના દ્વારા કેટલાંક નવા પોલીસ સુધારા કરવામાં આવ્યાં છે. તેમના આ આદેશમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા વ્યવહારને જાણવા માટે એક ડેટા બેઝ બનાવવો અને કેટલાંક નિયમોમાં સુધારો કરાશે. મંગળવારે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં જણાવ્યું હતું ,કે તેઓ આફ્રિકી અમેરિકી પરિવારનો મળ્યાં હતાં, જેઓએ પોતાના પ્રિયજનને ગુમાવ્યા હતાં. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું. આ નવા આદેશમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, જ્યાં સુધી કોઈ અધિકારીનો જીવ જોખમમાં ન હોય ત્યાં સુધી શ્વાસ રૂંધાવાની કોઈ પણ કાર્યવાહીને મંજુરી નહીં આપે. આ ઉપરાંત આ આદેશમાં વધુમાં જણાવાયું છે કે, ઘાતક વાતચીત રોકવામાં મદદ કરવા માટે ઓછા ઘાતક હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ખરાબ રેકોર્ડ ધરાવનારા પોલીસ અધિકારીઓના ભૂતકાળ ચકાસ્યા વગર તેમને કામ પર નહીં રાખવાની વાત પણ આ આદેશમાં કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં જાતિવાદ અને પોલીસની ક્રૂરતાને કારણે સતત વિરૂદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને આ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોલીસ હિંસાના પીડિત પરિવારો પ્રત્યે સાહુનુભૂતિ દર્શાવી અને ન્યાય માટે લડવા માટેનું વચન આપ્યું. જોકે, ટ્વિટર પર ટ્રમ્પે પ્રદર્શનકારીઓ પર પોલીસને કાર્યવાહી કરવાનું પણ કહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply