અમેરીકાના આતંક વિરોધી ઓપરેશનમાં અલ-કાયદા કમાન્ડર થયા ઠાર
Live TV
-
આ ઓપરેશન દરમિયાન અલ-કાયદા ઈન અરબ પેનિસુલાનાં સંસ્થાપક અને અલ- કાયદાનાં નેતા કાસિમ અલ-રિમીને ઠાર કરાયો છે. સાથે સાથે આ અમેરિકાના હુમલામાં અલ-કાયદાના નેતા અયમાન અલ-જવાહિરી પણ માર્યો ગયો છે
અમેરિકાએ યમનમાં આતંક વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન અલ-કાયદા ઈન અરબ પેનિસુલાનાં સંસ્થાપક અને અલ- કાયદાનાં નેતા કાસિમ અલ-રિમીને ઠાર કરાયો છે. સાથે સાથે આ અમેરિકાના હુમલામાં અલ-કાયદાના નેતા અયમાન અલ-જવાહિરી પણ માર્યો ગયો છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં આદેશથી યમનમાં આ આતંકવાદી વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પહેલા અમેરિકાએ ઈરાનની રાજધાની બગદાદ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈક કરી ઈરાનના ટૉપ કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને માર્યો હતો. અમેરિકાના આ પગલાથી ખાડીમાં તણાવ વધી ગયો છે. જનરલ સુલેમાની ઈરાનનાં અલ- કુદ્સ ફોર્સનો પ્રમુખ હતો. સુલેમાનીને બગદાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર અમેરિકાનાં હવાઈ હુમલામાં ઠાર કરવામાં આવ્યો હતો.
