આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી અદાલતે પાકિસ્તાનને પાંચ અરબ ડોલરથી વધુનો ફટકાર્યો દંડ
Live TV
-
તેથયાન કોપર કંપનીએ 2012માં વિશ્ર્વબેંકની આંતરરાષ્ટ્રીય રોકાણ વિવાદ ઊકેલ કેન્દ્ર સમક્ષ પાકિસ્તાન વિરૂદ્દ કેસ ફટકાર્યો હતો. કંપનીએ આરોપ લગાવ્યો હતો કે બલુચિસ્તાન સરકારે કંપનીને માઈન્સ ની ફાળવણી નાપ્રસ્તાવને નકારી દીધો હતો.
એક આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી અદાલતે પાકિસ્તાન પર એક કમ્પની ને 2011માં રેકો દિક પરિયોજના માં ખાણની ફાળવણી અને ગેરકાયદેસર રીતે પ્રસ્તાવનો અસ્વીકાર કરવા બદલ પાંચ અરબ ડોલર થી વધુ નો દંડ ફટકાર્યો છે. તેથયાન કોપર કંપનીએ 2012માં વિશ્ર્વબેંકની આંતરરાષ્ટ્રીય રોકાણ વિવાદ ઊકેલ કેન્દ્ર સમક્ષ પાકિસ્તાન વિરૂદ્દ કેસ ફટકાર્યો હતો. કંપનીએ આરોપ લગાવ્યો હતો કે બલુચિસ્તાન સરકારે કંપનીને માઈન્સ ની ફાળવણી નાપ્રસ્તાવને નકારી દીધો હતો. આની ક્ષતિપૂર્તિ માટે કંપનીએ 11.5 બિલીયન ની દાવો રજુ કર્યો હતો. પાકિસ્તાન સરકાર અને આ કંપની વચ્ચે આ મામલો સાત વર્ષ સુધી ચાલ્યો. વલ્ડ બેંક કોર્ટે પાકિસ્તાનને 5.9 બિલીયનની નુકસાની તેથયાન કોપર કંપની ને ચુકવવા આદેશ કર્યો છે.ઉલ્લેખનીય છે કે રેકો દિક સોના અને તાંબાની વિશાળ ખાણો માટે પ્રખ્યાત છે.પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ નુકસાન ની જવાબદારી નક્કી કરવા અને આખાય મામલાની તપાસ કરવા એક કમીટીનુ આયોજન કરવાના આદેશ આપ્યા છે.
