આગામી બે વર્ષમાં કોરોના મહામારી સમાપ્ત થશે: વિશ્વ આરોગ્ય સંગઠન
Live TV
-
વિશ્વ આરોગ્ય સંસ્થાએ આગામી બે વર્ષમાં વિશ્વમાંથી કોરોના મહામારી દૂર થઈ જવાની આશા વ્યક્ત કરી છે..સંગઠન પ્રમુખ ડૉ.ટેડ્રોસ ગેબ્રિયેસસે કહ્યુ કે 1918ના સ્પેનિશ ફ્લૂની તુલનામાં કોરોના વાયરસથી ફેલાયેલી મહામારી પર જલ્દી કાબૂ મેળવી શકાય છે..વિશ્વમાં અત્યાર સુધી કોરોનાના 2 કરોડ 30 લાખથી વધુ કેસ છે.જ્યારે 8 લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે..તેમણે કહ્યુ છે કે ગ્લોબલાઈઝેશન અને સમગ્ર દુનિયાનો એકબીજા સાથેનો સંપર્ક હોવાના કારણે કોરોનાનું સંક્રમણ વિશ્વમાં ઝડપથી ફેલાયુ હતુ.
