આગામી સપ્તાહમાં યોજાનારી ક્વાડ મીટિંગ હાલ પુરતી રદ્દ, US રાષ્ટ્રપતિએ પ્રવાસ રદ્દ કરતા નિર્ણય કરાયો
Live TV
-
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસે મીટીંગને રદ્દ કરવાનો નિર્ણય લીધો.
આગામી સપ્તાહમાં યોજાનારી ક્વાડ મીટિંગ હાલ પુરતી રદ્દ કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન બેઠકમાં હાજર ન રહી શકવાના કારણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસે મીટીંગને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. જો બાઈડેન હાલમાં અમેરિકામાં દેવાને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીના મુદ્દાઓને ઉકેલવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેઓ આવતા સપ્તાહે યોજાનાર વિદેશ પ્રવાસને સ્થગિત કરી દીધો છે. આ સાથે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારત અને જાપાનના નેતાઓ આ સપ્તાહના અંતમાં જાપાનમાં G7માં મળશે
