Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાન હાઈકોર્ટે હિંસા અને રાજદ્રોહને ઉશ્કેરવાના કેસમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની જામીન 8મી જૂન સુધી લંબાવી

Live TV

X
  • ઈમરાન ખાન સામે હિંસા અને દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.

    પાકિસ્તાન હાઈકોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની જામીન અવધિ આગામી મહિનાની આઠ તારીખ (8 જૂન) સુધી વધારી છે. ઈમરાન ખાન સામે હિંસા અને દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટની ખંડપીઠે સરકારી સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ સામે લાગેલ આરોપ અને ઈમરાન ખાનના સમર્થકોએ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજના નેતા મોહસિન રાંજા સાથે કરેલ મારપીટ મામલે પણ સુનાવણી કરી છે. મુખ્ય ન્યાયાધીશ આમેર ફારૂકે વકીલની દલીલ સાંભળ્યા પછી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (PTI) પાર્ટીના પ્રમુખની જામીન 8 જૂન સુધી વધારી છે.

    તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને PTI ચીફ ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં અરાજકતા અને હિંસા ફેલાઈ ગઈ છે. ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા છે. પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ કરવામાં આવી રહી છે. નેશનલ એસેમ્બ્લીમાં વિપક્ષ નેતા રાજા રિયાજ અહમદ ખાને ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ કરી છે. પાકિસ્તાન સેનાએ ઈમરાન ખાન સહિત હિંસા ફેલાવનાર આરોપીઓને સજા આપવાનો નિર્ણય કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply