Skip to main content
Settings Settings for Dark

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, સાક્ષરતાના મહત્ત્વ વિશે જાગૃત કરવા આ દિવસની ઊજવણી

Live TV

X
  • ભારતમાં સાક્ષરતાનું સ્તર ઉંચુ લાવવા માટે સરકાર તરફથી સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

    આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. લોકોને સાક્ષરતાના મહત્ત્વ વિશે જાગૃત કરવા અને શિક્ષણ મેળવવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઊજવવામાં આવે છે. ભારતમાં સાક્ષરતાનું સ્તર ઉંચુ લાવવા માટે સરકાર તરફથી સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિશ્વ સાક્ષરતા દિવસના ઈતિહાસ અને તેના મહત્ત્વ વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. આ વર્ષે વિશ્વ સાક્ષરતા દિવસની થીમ ‘પરિવર્તનશીલ દુનિયામાં સાક્ષરતાને પ્રોત્સાહન આપવું અને સ્થાયી તથા શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવું’ છે.

    સાક્ષરતાનો અર્થ

    જે કોઈ વ્યક્તિ અક્ષર યોગ્ય પ્રકારે વાંચી શકે, લખી શકે અને સમજી શકે તે વ્યક્તિને સાક્ષર કહેવામાં આવે છે. બાળકોથી લઈને વૃદ્ધો શિક્ષાના પ્રચાર પ્રસારના ઉદ્દેશ્યથી સાક્ષરતા દિવસની ઊજવણી કરે છે.

    સાક્ષરતા દિવસ ક્યારે ઊજવવામાં આવે છે?

    વૈશ્વિક સ્તરે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસ ઊજવવામાં આવે છે. વર્ષ 1966માં પહેલી વાર વિશ્વ સાક્ષરતા દિવસની ઊજવણી કરવામાં આવી હતી. 7 નવેમ્બર 1965ના રોજ આ દિવસની ઊજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. યૂનેસ્કોએ સાક્ષરતા દરમાં વૃદ્ધિ કરવા માટે આ દિવસની ઊજવણી કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારપછી પહેલી વાર 8 સપ્ટેમ્બર 1966ના રોજ વિશ્વ સાક્ષરતા દિવસ ઊજવવામાં આવ્યો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply