Skip to main content
Settings Settings for Dark

આજે આલ્ફ્રેડ નોબલની પુણ્યતિથિ એ ઉજવાઈ રહ્યો છે નોબલ પુરસ્કાર દિન

Live TV

X
  • દર વર્ષે 10 ડિસેમ્બરે આલ્ફ્રેડ નોબલની પુણ્યતિથિ નિમિત્તે નોબેલ પુરસ્કાર દિવસ ઉજવાય છે. વિજેતાઓને સ્વીડિશ રાજા તરફથી પુરસ્કાર આપવામાં આવે છે. બધા જ નોબલ પારિતોષિક સ્ટોક્હોમ, સ્વીડનમાં અપાય છે જ્યારે નોબલ શાંતિ પુરસ્કાર ઓસ્લો, નોર્વે ખાતે આપવામાં આવે છે.

    દર વર્ષે ઓક્ટોબર મહિનામાં શરૂઆતના દિવસોમાં નોબલ પુરસ્કાર વિજેતાઓના નામ બહાર પાડવામાં આવતા હોય છે. જેના ઉપર આખી દુનિયાની નજર હોય છે. નોબલ પરિતોષિકએ શાંતિ, સાહિત્ય, રસાયણશાસ્ત્ર, શરીર વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયો ઉપર કરેલ ઉમદા કાર્ય માટે આપવામાં આવે છે. નોબલ પારિતોષિક એ આલ્ફ્રેડ નોબેલ જેઓ પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી હતા તેમની યાદમાં આપવામાં આવે છે. તેઓ એક સ્વીડિશ વૈજ્ઞાનિક હતા અને તેમણે જ આ નોબેલ પારિતોષિક આપવાની શરૂઆત કરી હતી.

    આલ્ફ્રેડ નોબલે કુલ મળીને 355 અલગ અલગ પ્રકારની શોધ કરી હતી અને તેમાં સૌથી મહત્વની શોધ કરી હોય તો તે હતી. ડાયનામાઈટની શોધ હતી. આ શોધ પછી આખી દુનિયા આલ્ફ્રેડ નોબેલને ઓળખવા લાગી હતી. તેમણે જે ડાયનામાઈટની શોધ કરી હતી તે ડાયનામાઈટનો ઉપયોગ એ હથિયાર બનાવવા માટે થવા લાગ્યો હતો. જેને આપણે વિસ્ફોટક તરીકે પણ ઓળખીએ છીએ. 

    કયા કયા ભારતીયોને આપવામાં આવ્યું છે નોબલ પારિતોષિક:

    સૌથી પહેલું નોબલ પારિતોષિક એ વર્ષ 1913 માં રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્ય ક્ષેત્રે પોતાના આગવા પ્રદાન બદલ આપવામાં આવ્યું હતું. તેમની કવિતાઓનો સંગ્રહ "ગીતાંજલી' બદલ તેમને સાહિત્યક્ષેત્રે આ પરિતોષિક આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સી.વી. રામનને વર્ષ 1930 માં ભૌતિક વિજ્ઞાન માટેનું પારિતોષિક વર્ષ 1930 માં આપવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply