ઓમિક્રોન સામે લડવા માટે રસીકરણને વેગ આપવો જરુરીઃ WHO
Live TV
-
કોરોનાના નવા વેરિએન્ટ સામે લડવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે, તમામ દેશોની સરકારોએ કોવિડ નિવારણના પગલાંનું મૂલ્યાંકન કરવું જોઈએ અને કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોન સામે લડવા માટે રસીકરણને વેગ આપવો જોઈએ. જો કે, સંસ્થાએ કહ્યું કે,હાલની રસી નવા પ્રકાર પર કેટલી અસરકારક રહેશે તે કહેવું બહુ વહેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી-જનરલ ટેડ્રોસ અધાનૉમ ગેબ્રેયાસિસે કહ્યું કે, આ પ્રકારનો વૈશ્વિક ફેલાવો સૂચવે છે કે,કોવિડ રોગચાળો ફેલાવા પર તેની ઊંડી અસર થઈ શકે છે અને તે વધુ લોકોને સંક્રમિત કરે તે પહેલા તેને નિયંત્રિત કરવાનો હવે યોગ્ય સમય છે. તેમણે કહ્યું કે, આ માટે તમામ દેશોએ સર્વેલન્સ, ટેસ્ટિંગ અને સિક્વન્સિંગ વધારવું પડશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ઈમરજન્સી ડાયરેક્ટર માઈક રેયાને કહ્યું કે, વાયરસ કરતાં વધુ ચેપી હોવાને કારણે તેના ફેલાવાને રોકવા માટે તેને બમણા પ્રયત્નો કરવા પડશે.અમેરિકાના ટોચના વૈજ્ઞાનિક એન્થોની ફૌસીએ કહ્યું કે, પ્રારંભિક સંકેતો સૂચવે છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ અગાઉના કોવિડ ચેપ જેટલો જીવલેણ નથી પરંતુ તેનો વ્યાપ વધુ છે.
