આજે નવી દિલ્હી ખાતે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સુરક્ષાના મુદ્દા પર સંવાદનું આયોજન
Live TV
-
આ સંવાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અથવા સુરક્ષા પરિષદોના સચિવોના સ્તરે યોજાશે અને તેની અધ્યક્ષતા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે. આ સુરક્ષા સંવાદમાં ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગીઝ રિ-પબ્લિક, રશિયા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અથવા સુરક્ષા પરિષદના સચિવો ભાગ લેશે. ભારતે આ બેઠક માટે પાકિસ્તાન અને ચીનને પણ આમંત્રણ આપ્યું હતું. જોકે, બંને દેશો ભાગ લઈ રહ્યા નથી. આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ, કટ્ટરપંથ, ઉગ્રવાદ, માદક દ્રવ્યોને ઉત્પાદન અને હેરફેર જેવી બાબતો પર ચર્ચા થશે. અફઘાનિસ્તાનમાં બાકી રહેલા સૈન્ય શસ્ત્રોથી સંભવિત જોખમ અને અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાયતાના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. સંવાદની પ્રથમ બે આવૃત્તિઓ 2018 અને 2019ની યજમાની ઈરાન દ્વારા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય સંવાદ અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલી ઘટનાઓથી પ્રાદેશિકક્ષેત્રોમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે અને સંબંધિત સુરક્ષા પડકારોને પહોંચી વળવા તથા અફઘાનિસ્તાનના લોકોને શાંતિ, સુરક્ષા અને સ્થિરતા આપવા માટેના પગલાં પર વિચારણા કરશે
