Skip to main content
Settings Settings for Dark

NSA અજીત ડોભાલ ની અધ્યક્ષતામાં નવીદિલ્હી ખાતે યોજાયો અફઘાનીસ્તાન ક્ષેત્રિય સંવાદ કાર્યક્રમ શરૂ થયો

Live TV

X
  • અફઘાનીસ્તાનની સ્થિતિ પર ભારત દ્વારા આયોજીત દિલ્હી ક્ષેત્રીય સુરક્ષા સંવાદ આજથી નવીદિલ્હીમાં શરૂ થયો છે.આ સંવાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સ્તરે યોજાઇ રહ્યો છે. તેની અધ્યક્ષતા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરી રહ્યાં છે.આ સંવાદમાં રશિયા,ઇરાન,કજાકિસ્તાન,કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન,તુર્કમેનિસ્તાન,ઉજ્બેકિસ્તાન ભાગ લઇ રહ્યાં છે.આ સંમેલનને સંબોધતા અજીત ડોભાલે આશા વ્યકત કરી છે કે અફઘાનીસ્તાન ઉપર કરાયેલ ચર્ચા સકારાત્મક સાબીત થશે.તેમણે કહ્યું કે આ ચર્ચા અફઘાની લોકોની મદદ માટે તેમજ અમારી સામાજીક સુરક્ષા વધારવા યોગદાન આપશે. આ કાર્યક્રમમાં સંબોધન કરતા તાજિકિસ્તાનના સુરક્ષા પરિષદના સચિવ નસરોનો નેમોજોન મહેમુજોદોએ કહ્યું કે,અફઘાનીસ્તાન સાથે લાંબી સરહદ હોવાના કારણે અમારે ત્યાં માદક પદાર્થોની તસ્કરી તેમજ ત્રાસવાદ નું જોખમ છે એટલે અમે પડોશી દેશ હોવાથી આ સંમેલનમાં ભાગ લઇ રહ્યાં છીએ. કેમ કે અફઘાનીસ્તાનના લોકોની મદદ કરી શકાય. આ સંમેલનને સંબોધતા ઇરાનના રાષ્ટ્રીય સુરક્ષા સચિવ એડમીરલ અલી શાન ખાનીએ કહ્યું કે,અફઘાનીસ્તાનમાં માઇગ્રેશનનું સંકટ છે. તેને ઉકેલવા દરેકે એકસાથે આવવાની જરૂરિયાત છે. આ સંમેલનમાં રશિયાના સુરક્ષા સચિવ નિકોલોઇ પેત્રુ શેવે કહ્યું કે આવા સંમેલનથી અફઘાનીસ્તાનમાં વિકાસ સંબંધી મુદે ચર્ચા કરવામાં મદદ મળશે. તેમજ ત્યાં દીર્ઘકાલીન શાંતી સ્થાપવામાં મદદ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply