ICC T-20 વિશ્વકપમાં ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો
Live TV
-
ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપીને દુબઈમાં રમાઈ રહેલી ICC 20-20 વિશ્વકપ સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે અબુધાબીમાં રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડે વિજય માટેનો 166 રનનો લક્ષ્યાંક પાંચ વિકેટ ગુમાવીને મેળવ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ડી.મિશેલે 72 અને ડેવોન કોન્વેએ 46 રન નોંધાવ્યા હતાં. આ અગાઉ ઈંગ્લેન્ડે પહેલા બેટીંગ કરતાં મોઈન અલીના 51 અને ડેવિડ માલાનના 41 રનની મદદથી ચાર વિકેટે 166 રન નોંધાવ્યા હતા. 47 બોલમાં 72 રન નોંધાવનાર ડી.મિશેલને મેન ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો હતો.
