ભારત અને ફ્રાંસે શરૂ કરેલા આંતરરાષ્ટ્રીય સૂર્યઊર્જા જોડાણ સંગઠનમાં જોડાયું અમેરિકા
Live TV
-
ભારત અને ફ્રાંસે શરૂ કરેલા આંતરરાષ્ટ્રીય સૂર્યઊર્જા જોડાણ – ISA સંગઠનમાં અમેરિકા જોડાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર અમેરિકાના આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે અમેરિકાના આ નિર્ણયથી બંને દેશોના સંબંધો મજબૂત બન્યા છે અને સૂર્યઊર્જાના મહત્તમ ઉપયોગ માટે બંને દેશો સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે, પેરિસમાં નવેમ્બર 2015 માં યોજાયેલી આબોહવામાં પરિવર્તન અંગેની પરિષદ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના તે વખતના રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કો ઈસ હોલાન્દેએ સાથે મળીને ISA સંગઠનની રચના કરી હતી.
