ફ્રાંસમાં કોરોના વાયરસની પાંચમી લહેર શરુઃ જર્મનીમાં પણ રોજના 50 હજારથી વધુ કોરોના કેસ
Live TV
-
ફ્રાંસમાં કોરોના વાયરસની પાંચમી લહેર શરુ થઈ છે. હાલ ફ્રાસમાં રોજના નવા 10 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે ફ્રાંસના પાડોશી દેશ જર્મનીમાં પણ કોરોના સંક્રમણ ફેલાયુ છે. જર્મનીમાં પણ રોજના 50 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ કોરોના સંક્રમણ મામલે ચેતવણી આપતાં કહ્યું હતું કે 65 વર્ષથી વધુના નાગરિકોએ રેસ્ટોરેન્ટમાં જતાં પહેલાં કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ લીધો હોવાનું પ્રમાણપત્ર બતાવવું પડશે.
અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા, બ્રાજિલ, યુકે, રશિયા, તુર્કિ, ફ્રાંસ, ઈટલી, જર્મનીનો સમાવેશ થાય છે. હાલ રશિયા અને ચીનમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે.
