વિશ્વમાં બળજબરીથી વિસ્થાપિત વ્યક્તિઓની સંખ્યા આ વર્ષે 8.40 કરોડને પાર પહોંચી
Live TV
-
રાષ્ટ્રસંઘ શરણાર્થી એજન્સી, યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી, UNHCR એ જણાવ્યું છે કે, આ વર્ષે વૈશ્વિક સ્તરે બળજબરીથી વિસ્થાપિત વ્યક્તિઓની સંખ્યા 8 કરોડ 4૦ લાખનો આંક વટાવી ગઈ છે. આ વિસ્થાપનના કારણમાં હિંસા, અસુરક્ષા અને આબોહવા પરિવર્તનની અસરોનો સમાવેશ થાય છે.
આ વર્ષના પ્રથમ છ મહિનાને આવરી લેતા UNHCRના અહેવાલમાં મોટાભાગે આંતરિક વિસ્થાપનને કારણે 8 કરોડ 24 લાખનો ઉછાળો જોવા મળ્યો હતો. સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને આફ્રિકામાં બહુવિધ સંઘર્ષને કારણે વધુ લોકો ભાગી રહ્યા છે. કોવીડના કારણે સરહદ પર પ્રતિબંધો ઘણા સ્થળોએ આશ્રયને મર્યાદિત કરે છે. યુએન હાઈ કમિશનર ફિલિપો ગ્રાન્ડીએ જણાવ્યું કે, આંતરિક સંઘર્ષ, કોવિડ, ગરીબી, ખાદ્ય અસુરક્ષા અને આબોહવાની કટોકટીના કારણે વિસ્થાપિતોની માનવીય દુર્દશા વધારી દીધી છે. તેમાં મોટાભાગના વિકાસશીલ પ્રદેશોમાંથી આવી રહ્યા છે.
ફિલિપો ગ્રાન્ડીએ કહ્યું આંતરરાષ્ટ્રીય સમુદાય હિંસા, અત્યાચાર અને માનવાધિકારના ઉલ્લંઘનને રોકવામાં નિષ્ફળ રહ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં વિશ્વભરમાં હિંસાથી લગભગ પાંચ કરોડ લોકોને તેમના પોતાના દેશોમાંથી ભાગી જવાની ફરજ પડી હતી. તેમાં કોંગોમાંથી 13 લાખ અને ઇથોપિયામાંથી 12 લાખ લોકોનું વિસ્થાપન થયું હતું. દરમિયાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાનમાં થયેલી હિંસામાં પણ ઘર છોડવા માટે મજબૂર લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો.
