આજે વિશ્વ દૂધ દિવસ, ડેરીના ઉદ્યોગના મહત્ત્વ બાબતે જાગૃતતા લાવવા વિશ્વ દૂધ દિવસની ઊજવણી
Live TV
-
ભારતમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે.
આજે વિશ્વ દૂધ દિવસ છે, દર વર્ષે 1 જૂનના રોજ 'વિશ્વ દૂધ દિવસ' ઊજવવામાં આવે છે. 'વિશ્વ દૂધ દિવસ'ની ઊજવણી અંતર્ગત આ વર્ષની થીમ હેઠળ 'ડેરી ઉત્પાદનો વૈશ્વિક કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરીને કેવી રીતે પૌષ્ટિક ખોરાક અને આજીવિકા પ્રદાન કરે છે' તે બાબતે જાગૃતતા લાવવામાં આવશે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વૈશ્વિક ડેરી બજાર મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. કૃષિ સંગઠને વર્ષ 2001માં વિશ્વ દૂધ દિવસની સ્થાપના કરી હતી. વર્ષ 2016 સુધીના સમયગાળા દરમિયાન 40 દેશોમાં 'વિશ્વ દૂધ દિવસ' દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ડેરી ઉદ્યોગના મહત્ત્વ બાબતે જાગૃતતા લાવવા 'વિશ્વ દૂધ દિવસ' નિમિતે અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
ભારતમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે, ભારતમાં સર્વપ્રથમ 26 નવેમ્બર 2014ના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ભારતમાં શ્વેત ક્રાંતિના જનક ડૉ.વર્ગીજ કુરિયનના સન્માનમાં 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે.
