Skip to main content
Settings Settings for Dark

રશિયા-યુક્રેન: પૂર્વીય યુક્રેનના લુહાંસ્ક વિસ્તારમાં થયેલ ગોળીબારીમાં પાંચ લોકોના મોત, 19 ઘાયલ

Live TV

X
  • પૂર્વીય યુક્રેનના લગભગ લુહાંસ્ક વિસ્તાર પર રશિયાનું નિયંત્રણ છે.

    રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે પૂર્વી યુક્રેનના લુહાંસ્ક વિસ્તારના ગામમાં યુક્રેનની ગોળીબારી હેઠળ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે તથા 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પૂર્વીય યુક્રેનના લગભગ લુહાંસ્ક વિસ્તાર પર રશિયાનું નિયંત્રણ છે. રશિયન અધિકારીઓએ જણાવ્યું છે કે, યુક્રેનની સેનાએ રશિયાના નિયંત્રણ હેઠળના ગામ પર હુમલો કરવા માટે અમેરેકા નિર્મિત હિમાર્સ રોકેટ લોન્ચરનો ઉપયોગ કર્યો છે. તેઓ જણાવે છે કે, યુક્રેનના એક ડ્રોન હુમલાને કારણે દક્ષિણ રશિયામાં એક તેલ ફેક્ટરીમાં પણ આગ લાગી છે. યુક્રેની મિસાઈલોએ રશિયન શહેર પર પણ હુમલો કર્યો છે, જેના કારણે ઈમારતો તથા વાહનોને ગંભીર નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓ અનુસાર આ હુમલામાં 4 લોકો ઘાયલ થયા છે. વ્હાઈટ હાઉસે નિવેદન આપ્યું છે કે, મોસ્કોમાં થયેલ ડ્રોન હુમલાની જાણકારી મેળવવામાં આવી રહી છે. વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવ કારાઈન જીન પિયરે જણાવે છે કે, અમેરિકા રશિયાની અંદર થતા હુમલાનું સમર્થન કરતું નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply