વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી બે દેશો - દક્ષિણ આફ્રિકા અને નામિબિયાની મુલાકાતે
Live TV
-
પ્રથમ તબક્કામાં, ડૉ. જયશંકર દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉનમાં BRICS વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી બે દેશો - દક્ષિણ આફ્રિકા અને નામિબિયાની મુલાકાત લેશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, ડૉ. જયશંકર દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉનમાં BRICS વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. તેઓ દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રી નાલેદી પેંડોર સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. ડૉ. જયશંકર દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે. તેઓ બ્રિક્સના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. વિદેશ મંત્રી કેપટાઉનમાં ભારતીય ડાયસ્પોરા સાથે પણ વાતચીત કરશે.
મુલાકાતના બીજા તબક્કામાં, ડૉ. જયશંકર 4 થી 6 જૂન દરમિયાન નામિબિયાની મુલાકાત લેશે. કોઈપણ ભારતીય વિદેશ મંત્રીની નામિબિયાની આ પ્રથમ મુલાકાત હશે. ડૉ. જયશંકર ત્યાં દેશના ટોચના નેતાઓ અને સરકારના અન્ય મંત્રીઓને મળશે. ડૉ. જયશંકર નામીબિયાના વિદેશ મંત્રી નેતુમ્બો નંદી-નદૈતવા સાથે સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. તેઓ નામિબિયામાં ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે.
