આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
Live TV
-
વિશ્વ પ્રવાસન દિવસ સપ્ટેમ્બર 27ના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા સીધી દેખરેખ હેઠળ તમામ સભ્ય દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાય અને પ્રવાસન કેન્દ્ર વચ્ચે એક સેતુ બનાવવાનો છે. આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રવાસનનું સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રે મહત્વ બાબતે લોકજાગૃતિ કેળવવા પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષના ઉજવણીની વિષય વસ્તુ છે ‘પ્રવાસન અંગે પુનઃ વિચારણા’. વિકાસ માટે પ્રવાસન ક્ષેત્ર મહત્વનો આધારસ્તંભ છે એ બાબત લોકોને સમજાવવા આ વિષય વસ્તુ સાથે પ્રવાસન દિવસની ઉજવણી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, લાખો લોકોને રોજગારની તકો આપતો પ્રવાસન ઉદ્યોગ ઘણા દેશો માટે આર્થિક વિકાસ માટે કેન્દ્રનું સ્થાન ધરાવે છે.
