Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ વસ્તી દિવસ

Live TV

X
  • 11 જુલાઇથી 24 જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવાશે

    11મી જુલાઇ સમગ્ર વિશ્વમાં "વિશ્વ વસ્તી દિવસ" ઉજવાય છે. ગુજરાત રાજ્યમાં વસ્તી નિયંત્રણ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.  વસ્તી નિયંત્રણ માટે વર્ષ 2023 સુધીમાં 2.1% પ્રજનન દરના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ 2020માં જ 1.9%નો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5ના આંકડા આ સિધ્ધી દર્શાવે છે.  જેના માટે લાંબા સમયથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ નિયોજન ક્ષેત્રે કરવામાં આવી રહેલી શ્રેષ્ઠત્તમ કામગીરીનું આ પરિણામ છે. 

    સામાન્ય પણે બે બાળકો વચ્ચે અંતર રાખવા માટે સ્ત્રીઓમાં પ્રસુતિ બાદ કોપર ટી મૂકવામાં આવે છે.  વર્ષ 2022-23માં રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળીને કુલ 6.64 લાખ જેટલી બહેનોએ કુટુંબ નિયોજન માટે કોપર ટી મૂકાવી છે. તેમાં પણ સરકારી હોસ્પિટલમાં થયેલ પ્રસૂતિમાંથી કુલ 4 લાખ જેટલી બહેનોએ PPIUCD(પોસ્ટ પાર્ટમ ઇન્ટ્રા યુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇઝ) પ્રસૂતિ બાદના 42 દિવસમાં જ કોપર ટી મૂકાવી છે. 

    વધુમાં કુટુંબ નિયોજન સ્ત્રી વ્યંધિકરણ માટે કરવામાં આવતા ઓપરેશનમાં પણ રાજ્યમાં કુલ ૩,૦૮,૯૭૬ બહેનોએ સ્ટરીલાઇઝેશન ઓપરેશન અને 1223  પુરુષોએ નસબંધી કરાવી છે. રાજ્યમાં વસ્તી નિયંત્રણ માટે વધુમાં વધુ જાગૃકતા કેળવાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 27 જુનથી 10મી જુલાઇ દરમિયાન દંપતિ સંપર્ક પખવાડિયુ ઉજવાયું હતું. હવે 11જુલાઇ થી 24 જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply