આજે વિશ્વ શિક્ષક દિવસ, શિક્ષણને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઊજવણી
Live TV
-
વિશ્વ શિક્ષક દિવસની આ વર્ષની થીમ Teachers at the Heart of Education Recovery રાખવામાં આવી છે.
વિશ્વ શિક્ષક દિવસ અથવા આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ શિક્ષકો અને શિક્ષણને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ શિક્ષણમાં કરવા જેવા બદલાવો પર ચર્ચા કરવા અને વિદ્યાર્થીઓ માટે તેમના શિક્ષકોનું સન્માન કરવાનો પ્રસંગ પણ છે. વિશ્વ શિક્ષક દિવસ 1994 થી ઉજવવામાં આવે છે. શિક્ષકોની સેવા અને શિક્ષણમાં તેમનું યોગદાનને વિશ્વ શિક્ષક દિનના દિવસે સન્માન આપવામાં આવે છે. આ દિવસ અધ્યાપન વ્યવસાયને લગતા પડકારોને ધ્યાનમાં લેવાની તક છે. આ દિવસ શિક્ષક વ્યવસાય સંબંધિત મુદ્દાઓને ઉકેલવા અને શિક્ષકોના અધિકારો અને જવાબદારીઓને ઓળખવાનો પ્રસંગ છે. વિશ્વ શિક્ષક દિવસની આ વર્ષની થીમ શિક્ષણ સુધારણાના હ્યદય તરીકે શિક્ષક એટલે કે Teachers at the Heart of Education Recovery રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ યૂનિસેફ, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને આંતરરાષ્ટ્રીય શિક્ષાની સાથે ભાગીદારીમાં મનાવવામાં આવે છે.
