Skip to main content
Settings Settings for Dark

વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂકનું સર્વર ડાઉન થતાં કંપનીની વેલ્યુ 52 હજાર કરોડ ઘટી

Live TV

X
  • સોમવારે રાત્રે વિશ્વભરમાં વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક સર્વર અચાનક ડાઉન થઇ ગયુ હતુ. રાત્રે 09:15 કલાકે ત્રણેયના સર્વર ડાઉન થયા હતા. જેને પગલે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 6 કલાક સુધી યુઝર્સ તેને વપરાશ કરી શક્યા નહિ. જોકે પરોઢિયે સાડા ચાર વાગે ફેસબૂકે ટ્વીટ કરી સેવાઓ ફરી થી શરૂ થયા અંગે જાણકારી આપી હતી. આ સાથે યુઝર્સ સાથે થયેલી અસુવિધા માટે માફી પણ માગી હતી. આ સમસ્યાથી લોકો ન કોઇ મેસેજ મોકલી શકતા નહતા અને તેમને કોઇ મેસેજ મળતો પણ નહતો. સેવા ફરી શરૂ અંગે વોટ્સઅપે પણ તેના ઓફિસીયલ અકાઉન્ટથી એક ટ્વીટ કરી માહિતી આપી હતી. કર્મચારીઓના અનુસાર આ ડોમેઇન નેમ સિસ્ટમની સમસ્યા હોઇ શકે છે. ત્રણેયના સર્વર બંધ રહેતા તેની અસર શેરબજાર ઉપર પણ પડી હતી. અમેરિકન શેર બજારમા ફેસબૂકનો શેર 7 ટકા સુધી ઘટ્યો હતો. જેથી કંપનીની માર્કેટ વેલ્યુ 52 હજાર કરોડ રૂપિયા ઘટી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply