ડેવિડ જુલિયસ અને આરદેમ પેટાપોટિયમે મેડીસીનમાં મેળવ્યું વર્ષ 2021નું નોબેલ પ્રાઇઝ
Live TV
-
વર્ષ 2021નું મેડીસીનનું નોબેલ પ્રાઇઝ ડેવિડ જુલિયસ અને આરદેમ પેટાપોટિયમના ફાળે ગયું છે. સ્પર્શ અને ઉષ્માના સંવેદનોની સમજ આપવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યું છે. સ્પર્શ કરવાની તેમજ તાપમાનને પારખવાની આપણી ક્ષમતા માનવજાતના વિકાસક્રમમાં અત્યંત મહત્વપૂર્ણ રહી છે. બહારનાં જગતના અનુભવો આપણને સ્પર્શ અને તાપમાનનાં લીધે થાય છે. શરીર પણ તે પ્રમાણે જ પ્રતિક્રિયા આપતુ હોય છે. પણ આ પ્રતક્રિયા તે કેવી રીતે આપે છે અથવા તો ઠંડી, ગરમી કે સ્પર્શની જાણકારી મગજને કેવી રીતે મળે છે તેનું જ્ઞાન માણસ પાસે નહોતુ.
આ શોધની મદદથી માણસના દુઃખાવાને દૂર કરતી દવાઓ શોધી શકાશે. ડેવિડ જુલિયસનો જન્મ 1955માં ન્યૂયોર્ક ખાતે થયો હતો અને હાલ યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા ખાતે પ્રોફેસર છે. આરદેમ પેટાપોટીયમ લેબેનોન ખાતે 1967માં જનમ્યા હતા અને હાલ સ્ક્રીપ્સ રીસર્ચ કેલિફોર્નિયા ખાતે પ્રોફેસર છે.
