વિશ્વભરમાં આજે ઉજવાઈ રહેલો વિશ્વ આવાસ દિવસ
Live TV
-
1985માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વાર્ષિક વર્લ્ડ હેબિટાટ ડે તરીકે ઉજવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જે બાદ 1986માં કેન્યાના નૈરોબીમાં 'આશ્રય મારો અધિકાર છે' થીમ પર આધારિત પ્રથમ વર્લ્ડ હેબિટાટ ડે મનાવવામાં આવ્યો હતો.આ દિવસ માનવ આવાસ સ્થિતિ પર તેમજ પૂરતું આશ્રયસ્થાન મેળવવાના તમામ લોકોના અધિકાર પર ભાર મૂકે છે.
સાથે જ આ દિવસનો હેતુ લોકોને યાદ કરવાનો છે કે આવનારી પેઢીના વાસની જવાબદારી તેમના પર છે. વિશ્વનાં તમામ લોકોને પૂરતો આશ્રય મળી રહે, તે સુનિશ્ચિત કરતી સાતત્યપૂર્ણ વિકાસની નીતિઓને વેગ આપવા માટેના યુએન-હેબિટેટ્સના આદેશ તરફ સૌનું ધ્યાન ખેંચાય, તે માટે દર વર્ષના વિશ્વ આવાસ દિન માટે નવી થીમ નક્કી કરવામાં આવે છે.
આ વર્ષના વિશ્વ આવાસ દિનમાં સાતત્યપૂર્ણ વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે-સાથે ‘ન્યૂ અર્બન એજન્ડા’ના અમલીકરણના સંદર્ભમાં પૂરતા તથા પોસાય તેવા આવાસની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નક્કર પહેલનો અમલ શી રીતે કરવો, તે નક્કી કરવા માટે તમામ સંબંધિત હિતધારકો તથા સરકારનાં તમામ સ્તરોને વેગ આપવા પર ભાર મૂકવામાં આવશે. આ વર્ષનું વિષય વસ્તુ છે કાર્બનમુક્ત વિશ્વ માટે શહેરી ક્રિયાને વેગ આપવો છે.
