દુનિયાભરમાં ઉજવાઈ રહેલું વિશ્વ અંતરિક્ષ સપ્તાહ
Live TV
-
દુનિયાભરમાં ઉજવાઈ રહ્યું છે વિશ્વ અંતરિક્ષ સપ્તાહ. આ અઠવાડિયાની ઉજવણી આજથી એટલે કે તા. 4 ઓક્ટોબરથી તા.10 ઓક્ટોબર, 2021 સુધી કરવામાં આવશે.
વર્લ્ડ સ્પેસ ડે વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિઓની ઉજવણી માટે સમર્પિત છે, જે આપણા જીવનની સુધારણામાં મદદરૂપ બની છે. વર્લ્ડ સ્પેસ વીક 2021ની થીમ 'વિમેન ઇન સ્પેસ' રાખવામાં આવી છે.
આ વર્લ્ડ સ્પેસ વીક એ 1999 થી યુએન દ્વારા ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેની ઉજવણી કરવા પાછળનો ઉદ્દેશ્ય પૃથ્વી પરની સૌથી મોટી અવકાશીય ઘટના તરીકે તેને માનવાનો છે.
ઇતિહાસમાં નોંધાયેલી અવકાશીય ઘટનામાં 1957માં, સૌપ્રથમ માનવસર્જિત પૃથ્વી ઉપગ્રહ, સ્પુટનિક, 4 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે, વિશ્વભરના હજારો લોકો આ ઇવેન્ટમાં ભાગ લે છે. 2020માં લગભગ 60 દેશોએ વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી કરી હતી. આ વર્ષે લગભગ 90 દેશો વર્લ્ડ સ્પેસ વીકમાં ભાગ લેશે.
