Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતી પર વિશ્વભરમાં આજે આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી

Live TV

X
  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતી પર વિશ્વભરમાં આજે આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસ શિક્ષણ અને જન જાગૃતતાના માધ્યમથી અહિંસાના સંદેશને પ્રસારીત કરવાનો એક અવસર છે. મહાત્મા ગાંધીની જયંતી પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ટ્વીટ કરીને બાપુના વિશ્વ શાંતીના સંદેશનો યાદ કર્યો હતો. 

    તેમણે ટ્વીટ કરીને કહ્યું કે નફરત, વિભાજન, અને સંઘર્ષના દિવસો પુરા થયા આ શાંતિ વિશ્વાસ અને સહિષ્ણુતાના એક નવા યુગની શરૂઆત કરવાનો સમય છે. આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસ એટલે કે મહાત્મા ગાંધીના જન્મ દિવસ પર આવો તેમના શાંતિના સંદેશ પર ધ્યાન આપીએ અને બધા માટે એક શ્રેષ્ઠ ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબ્ધ બનીયે. ભારતમાં જાપાનના રાજદુત સાતોશી સુઝુકીએ મહાત્મા ગાંધીની જયંતી પર શ્રધ્ધાંજલી અર્પિત કરતા ટ્વીટ કરીને કહ્યું કે સત્ય અને અહિંસાનો ભાવ આપણી સાથે જોડાયેલ રહે, આપણે મહાત્માને તેમની 152મી જયંતી પર વિનમ્ર શ્રધ્ધાંજલી અર્પિત કરીએ છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply