આતંકવાદ સામેની કાર્યવાહી પર પાકિસ્તાનની વિશ્વસનિયતા પર સવાલ
Live TV
-
ભારતે કહ્યું છે કે હાફિઝ સઈદ પરની કાર્યવાહી માત્ર એક દેખાડો
આતંકવાદ સામેની કાર્યવાહી પર પાકિસ્તાનની વિશ્વસનિયતા પર ભારતે સવાલ ઉઠાવ્યા છે. ભારતે કહ્યું છે કે હાફિઝ સઈદ પરની કાર્યવાહી માત્ર એક દેખાડો જ છે. સખત કાર્યવાહી પછી જ પાકિસ્તાનની અસલી દાનતની પરખ થશે. નોંધનીય છે કે કરતારપુર કોરિડોર પર ચર્ચા માટે 14 જુલાઈની બેઠક માટે પાકિસ્તાન રાજી થઈ ગયું છે.
ભારતે પાકિસ્તાન પર આતંકવાદ સામેની કાર્યવાહીને માત્ર દેખાડો જ જણાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે દાઉદ વિશે દરેકને ખબર જ છે. પાકિસ્તાન માત્ર દેખાડા માટે જ પોતાની જમીન પર વકરી રહેલા આતંકવાદ સામે કાર્યવાહી કરવાની વાત કરે છે.
કરતારપુર કોરિડોર પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે કેટલીક તારીખોનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. પાકિસ્તાન 14 જુલાઈની બેઠક માટે સહમત થયું હતું. કેટલાક મુદ્દા પર અમારા વિચારો ઘણાં અલગ છે. જેના વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
