બાંગ્લાદેશઃ 1994માં PM હસીના પર હુમલો કરનાર 9 લોકોને મૃત્યુદંડની સજા
Live TV
-
બાંગ્લાદેશની એક કોર્ટે પ્રધાનમંત્રી શેખ હસીના પર 25 વર્ષ પહેલાના હુમલા મામલે બુધવારે બીએનબીના નેતૃત્વવાળા એક ગઠબંધનના 9 કાર્યકર્તાઓને મૃત્યુદંડ અને 25 અન્યને આજીવન કેદની સજા આપવામાં આવી છે.
આ મામલો ત્યારનો છે, જ્યારે શેખ હસીના વિપક્ષના નેતા હતા. આ સંબંધમાં 13 લોકોને 10 વર્ષની જેલની સજા અપાઈ છે. શેખ હસીના 23 સપ્ટેમ્બર, 1994ના રોજ રાષ્ટ્રવ્યાપી પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા હતા.
તેઓ જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે પબનાના ઈશ્વાર્દી પહોંચયા બાદ ટ્રેનના ડબ્બા પર ક્રૂડ બૉમ્બ અને ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો હતો.
