Skip to main content
Settings Settings for Dark

ઇસ્લામાબાદની હોસ્પિટલમાં ભીષણ આગથી 15 નવજાત બાળકો જીવતા ભૂંજાયા

Live TV

X
  • ઇસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આવેલી જાણીતી હોસ્પિટલ ‘પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ’ (PIMS) ખાતે બુધવારે સવારે એક કાળજું કંપાવી દે તેવી ગોઝારી હોનારત સર્જાઈ છે. હોસ્પિટલના ગાયનેકોલોજી વોર્ડની નર્સરીમાં અચાનક ભીષણ આગ ભબકી ઊઠતાં માસૂમ 15 નવજાત શિશુઓ જીવતા ભૂંજાઈ ગયા છે. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર દેશમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.

    ઇસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આવેલી જાણીતી હોસ્પિટલ ‘પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ’ (PIMS) ખાતે બુધવારે સવારે એક કાળજું કંપાવી દે તેવી ગોઝારી હોનારત સર્જાઈ છે. હોસ્પિટલના ગાયનેકોલોજી વોર્ડની નર્સરીમાં અચાનક ભીષણ આગ ભબકી ઊઠતાં માસૂમ 15 નવજાત શિશુઓ જીવતા ભૂંજાઈ ગયા છે. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર દેશમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.

    AC નો કોમ્પ્રેસર ફાટતાં સર્જાઈ કાળઝાળ દુર્ઘટના

    સ્થાનિક મીડિયા અને રેસ્ક્યૂ ટીમો દ્વારા મળતી પ્રાથમિક વિગતો અનુસાર, સવારે આશરે 6:45 વાગ્યાના સુમારે ગાયનેકોલોજી અને મધર એન્ડ ચાઇલ્ડ હેલ્થ (MCH) વોર્ડના ત્રીજા માળે આવેલી નર્સરીમાં એર કન્ડિશનર (AC) નો કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યો હતો. ધડાકા સાથે જ ક્ષણભરમાં આખી નર્સરીમાં ભીષણ આગ અને ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આગ લાગી તે સમયે નર્સરીમાં કુલ 16 નવજાત શિશુઓ દાખલ હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે હોસ્પિટલ સ્ટાફ અને રેસ્ક્યૂ ટીમો પહોંચે તે પહેલા જ 14 માસૂમ બાળકો ઘટનાસ્થળે જ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 16માંથી માત્ર 1 જ બાળકને સદ્ભાગ્યે સુરક્ષિત રીતે બહાર કાઢી શકાયું હતું.

    રેસ્ક્યૂ કામગીરી અને તંત્રનો દાવો

    ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ અને 4 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્યારબાદ ફરી આગ ન ભબકે તે માટે કુલિંગ કામગીરી હાથ ધરી હતી. જોકે, અત્યંત સંવેદનશીલ ગણાતા નવજાત શિશુઓના વોર્ડમાં આગ બુઝાવવાના પૂરતા સાધનો કે ઇમરજન્સી એક્ઝિટની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આટલી મોટી જાનહાનિ થઈ હોવાના ગંભીર આરોપો હોસ્પિટલ તંત્ર સામે ઊઠી રહ્યા છે.

    ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

    નવજાત શિશુઓના મોતને પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા તંત્ર દ્વારા એડિશનલ ડેપ્યુટી કમિશનરના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ આગ લાગવાના ચોક્કસ કારણો, હોસ્પિટલ તંત્રની બેદરકારી અને ઇમરજન્સી પ્રતિસાદમાં થયેલી વિલંબની તપાસ કરીને અહેવાલ સોંપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
apply