Skip to main content
Settings Settings for Dark

ઈટાલીમાં ભયાનક બસ દુર્ઘટના, 21 લોકોના મોત અને 18 લોકો ઘાયલ

Live TV

X
  • આ બસ રેલવે લાઈન પાસે પલ્ટી ગયા પછી બસમાં આગ લાગી હતી.

    ઉત્તરી ઈટાલીમાં વેનિસ પાસે મંગળવારે સાંજે એક બસ દુર્ઘટનાનો શિકાર બની હતી. આ બસ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ છે. આ બસમાં અનેક પર્યટકો હતા. વેનિસના મેયર લુઈગી બ્રુગનારોએ આ દુર્ઘટના બાબતે દુ:ખ વ્યક્ત કર્યું છે. મેસ્ત્રે જિલ્લામાં આ બસ રેલવે લાઈન પાસે પલ્ટી ગયા પછી બસમાં આગ લાગી હતી. ઈટલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોનીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને મૃતકો તથા ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી કે , ‘પીડિત અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ સમગ્ર ઘટના બાબતે તપાસ કરવામાં આવી રહી છે.’

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply